ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ વિશે એક મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કેએલ રાહુલની નિવૃત્તિનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ જાેતાની સાથે જ ચાહકો એ જાણીને ચોંકી ગયા કે આખરે કેવી રીતે અને શું થયું?..
કેએલ રાહુલ અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કેવી રીતે કરી શકે? કેએલ રાહુલના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે. આ પોસ્ટના આધારે ચાહકો દાવો કરી રહ્યા છે કે કેએલ રાહુલે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી આ પોસ્ટમાં કોઈ સત્યતા જણાતી નથી. કેએલ રાહુલના નામની આ વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘હું ટૂંક સમયમાં એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. મારી સાથે રહો. પછી શુંપ થોડી જ વારમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર દાવાનફ્રની જેમ ફેલાઈ ગયા.
આ પોસ્ટ વાઈરલ થતા જ કેએલ રાહુલ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે કેએલ રાહુલની આ જાહેરાત ૈંઁન્ ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે સંબંધિત કંઈક હોઈ શકે છે. કેએલ રાહુલ શું જાહેરાત કરવા જઈ રહ્યા છે તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ ૫ સપ્ટેમ્બરથી શરૂ થનારી આગામી દુલીપ ટ્રોફી ૨૦૨૪માં રમતા જાેવા મફ્રશે.
કેએલ રાહુલ શુભમન ગીલની કેપ્ટનશીપવાફ્રી ઈન્ડિયા છ ટીમ તરફથી રમતા જાેવા મફ્રશે. બાંગ્લાદેશ સામે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે કેએલ રાહુલની પસંદગી લગભગ નિશ્ચિત છે.ભારતના શાનદાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ભારત માટે ૫૦ ટેસ્ટ મેચોમાં ૩૪.૦૮ની એવરેજથી ૨૮૬૩ રન બનાવ્યા છે. કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં ૮ સદી અને ૧૪ અડધી સદી ફટકારી છે.
કેએલ રાહુલનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૯૯ રન છે. ભારત માટે ૭૭ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં કેએલ રાહુલે ૪૯.૧૬ની એવરેજથી ૨૮૫૧ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૭ સદી અને ૧૮ અડધી સદી ફટકારી છે. કેએલ રાહુલનો વન ડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૧૨ રન છે. આ સિવાય કેએલ રાહુલે ૭૨ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૩૭.૭૫ની એવરેજથી ૨૨૬૫ રન બનાવ્યા છે. કેએલ રાહુલે ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨ સદી અને ૨૨ અડધી સદી ફટકારી છે. ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૧૦ રન છે.