Sports

ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા ભારત ગયો હતો; 6 ડિસેમ્બરથી બીજી ટેસ્ટ

ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. તે મંગળવારે ટીમ સાથે જોડાશે. 26 નવેમ્બરે ગૌતમ એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ભારત ગયો હતો.

કેનબેરામાં આયોજિત બે દિવસીય પિંક બોલ પ્રેક્ટિસ મેચમાં ગૌતમ ટીમનો ભાગ નહોતો. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.

ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમે સહાયક કોચ અભિષેક નાયર અને રેયાન ટેન ડોશચેટની દેખરેખ હેઠળ તાલીમ લીધી હતી.

ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમે અન્ય કોચિંગ સ્ટાફની દેખરેખ હેઠળ તાલીમ લીધી હતી. આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડોશચેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ટીમને તાલીમ આપી હતી. રોહિત 24 નવેમ્બરે ટીમ સાથે જોડાયો હતો. તે પેટરનિટી લિવ પર હતો. રોહિતની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો છે.