Entertainment

અભિનેતા વરુણ ધવને તાજેતરની પોસ્ટમાં પોતાની ઈજાનો ફોટો શેર કર્યો

ફિલ્મમેકર ડેવિડ ધવન ના પુત્ર, અભિનેતા વરુણ ધવને પોતે ફેન્સને પોતાની ઈજા વિશે માહિતી આપી છે. વરુણ ધવને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને તેને જાેયા પછી ફેન્સ પણ ટેન્શનમાં આવી ગયા. વરુણ ધવને તાજેતરની પોસ્ટમાં પોતાની ઈજાનો ફોટો શેર કર્યો છે. હવે વરુણ ધવનની ઈજાનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ જાેયા પછી તેના ફેન્સ પણ ચિંતિત થઈ ગયા છે.

વરુણ ધવને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની આંગળીનો ફોટો શેર કર્યો છે. એક્ટરની આંગળી જાેઈને કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવી શકે છે. આ તસવીરમાં એક્ટરની આંગળી પર એક મોટો ઊંડો ઘા જાેવા મળે છે.

આંગળી જાેઈને એવું લાગે છે કે આ ઈજા આજે થઈ નથી. આંગળીમાંથી લોહી વહેતું નથી, પણ ઘા ઘણો ઊંડો લાગે છે. આ સિવાય એવું લાગે છે કે પહેલા તેના પર પાટો લગાવવામાં આવ્યો હતો અને હવે જ્યારે પાટો કાઢી નાખવામાં આવ્યો છે, ત્યારે પણ ઘા હજુ રૂઝાયો નથી. પરંતુ આ કેવી રીતે બન્યું? તેના વિશે વરુણ દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં નથી આવ્યો.

અભિનેતા વરુણ ધવનને ફક્ત આંગળીમાં ઈજા થઈ છે, પરંતુ કટ ઘણો મોટો છે. હવે ફેન્સ ફક્ત પ્રાર્થના કરી રહ્યા છે કે એક્ટરની ઈજા જલ્દી સાજી થાય અને તેની મુશ્કેલીઓનો અંત આવે. વરુણ ધવન પણ તેની અપકમિંગ ફિલ્મ ‘બોર્ડર ૨’ માટે ચર્ચામાં છે.