ટેલિવિઝનનો પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ’ ટૂંક સમયમાં તેની 19મી સીઝન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ચેનલ દ્વારા શોનો નવો લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, એવા અહેવાલો હતા કે, બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત આ વર્ષે શોનો ભાગ બનશે. જોકે, એક્ટ્રેસે પોતે આ અફવાઓનો અંત લાવ્યો છે. ‘બિગ બોસ 19’માં જવાની અફવાઓ વચ્ચે એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું છે કે, ‘હું બધી અફવાઓનો અંત લાવી રહી છું. હું બિગ બોસમાં નથી જઈ રહી અને ક્યારેય નહીં જાઉં.’
‘બિગ બોસ’ના ખબરી પેજ પર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ‘આ સીઝન માટે અનિરુદ્ધ આચાર્ય અને કથાકાર જયા કુમારીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બંનેએ શોને નકારી કાઢ્યો છે. ફ્લાઈંગ બીસ્ટ તરીકે પ્રખ્યાત યુટ્યુબર ગૌરવ તનેજાએ પણ કહ્યું છે કે, તેમણે શોની ઓફરને નકારી કાઢી છે.’ આ વર્ષે, શોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝલ શેખ ઉર્ફે મિસ્ટર ફૈસુની એન્ટ્રી લગભગ નિશ્ચિત થઈ ગઈ છે.
નિર્માતાઓ તેમની સાથે સતત વાતચીત કરી રહ્યા છે. અગાઉ ફૈસુ ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી ચૂક્યો છે. તેના ઉપરાંત ‘ખતરોં કે ખિલાડી 4’માં દેખાયેલી ટીવી એક્ટ્રેસ નિયતિ ફતનામીને પણ આ શો ઓફર કરવામાં આવ્યો છે.