Entertainment

બ્લેક ડ્રેસ અને પર્લ નેકલેસમાં એક્ટ્રેસે રેડ કાર્પેટ પર સૌંદર્યના કામણ પાથર્યાં

78મા કાન ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે પણ કચ્છના ગાંધીધામની વતની અને બોલિવૂડ ફિલ્મ ‘માય ફાધર ઇકબાલ’માં લીડ રોલ કરનારી ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કરે પોતાની સુંદરતાથી સૌના મન મોહી લીધા હતા.

કોમલે બ્લેક અને સિલ્વર કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. એક્ટ્રેસે સફેદ મોતીની માળા અને સિમ્પલ અને એલીગન્ટ હેર સ્ટાઇલ દ્વારા લૂક કમ્પ્લિટ કર્યો હતો.

એક્ટ્રેસે રેડ કાર્પેટ પર વોક કરીને કચ્છની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 અને 2023માં પણ કોમલે કાન ફેસ્ટિવલમાં સૌંદર્યના કામણ પાથર્યાં હતાં.

એક્ટ્રેસે સફેદ મોતીની માળાઓ અને સિમ્પલ હેર સ્ટાઇલથી લૂક કમ્પ્લિટ કર્યોં.

એક્ટ્રેસ આ વર્ષે બ્લૂ કલરના ઓફ સોલ્ડર વેસ્ટર્ન ગાઉનમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી. તેનો આ ડ્રેસ દુબઈના ફેમસ ડિઝાઈનર દ્વારા તૈયાર કરાયો છે. સૌ પ્રથમવાર તેણે વર્ષ 2022માં કાનના રેડ કાર્પેટ પર હાજરી આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ત્યારબાદ 2023માં પણ તેણે આ લેગસી જાળવી રાખી અને કાન ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોમલ ઠક્કરનો લુક