Entertainment

અક્ષય, અભિષેક અને રિતેશની ત્રિપુટી પર દર્શકોએ પ્રેમ વરસાવ્યો, પાંચ દિવસમાં દુનિયાભરમાં 175 કરોડની કમાણી

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘હાઉસફુલ 5’ જોવા થિયેટર્સ હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર 5 દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી લીધી છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 5’ એ રિલીઝના માત્ર પાંચ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી છે. કોમેડીથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘હાઉસફુલ 5’ પર દર્શકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

આ સાથે, ફિલ્મને વિવેચકો તરફથી પણ સારા રિવ્યૂ મળ્યા છે. ટ્રેડ વેબસાઈટ સેકેનિલ્કના જણાવ્યા અનુસાર, આ ફિલ્મે મંગળવારે 11.25 કરોડની કમાણી કરી હતી. એટલું જ નહીં, ‘હાઉસફુલ 5’ એ વિશ્વભરમાં 175 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.

‘હાઉસફુલ 5’નું અત્યારસુધીનું કલેક્શન…

  • પહેલો દિવસ- 24 કરોડ
  • બીજો દિવસ- 31 કરોડ
  • ત્રીજો દિવસ– 32.5 કરોડ
  • ચોથો દિવસ- 13 કરોડ
  • પાંચમો દિવસ- 11.25 કરોડ