Entertainment

અમિતાભે ૩૧ કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફલેટ ૮૩ કરોડમાં વેચ્યો

અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧માં મુંબઇના અંધેરી વિસ્તારમાં ૫,૧૮૫ ચોરસ ફૂટનો ડુપ્લેક્સ ફલેટ ૩૧ કરોડમાં ખરીદ્યો હતો. જે હવે તેણે રૂપિયા ૮૩ કરોડમાં વેંચી નાખ્યો છે. આ વેચાણ સોદામાં ૪.૯૮ કરોડની સ્ટેમ્પ ડયૂટી ફરાઈ છે.

૩૦ હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફીના ભરાયા છે. ફલેટ ખરીદનારને છ કારનું પાર્કિંગ પણ સાથે મળ્યું છે. આ ફલેટ ઓશિવારાની એક પોશ બિલ્ડિંગના ૨૭-૨૮માં માળે આવેલો છે. દસ્તાવેજાેઅનુસાર,આ એપાર્ટમેન્ટ ૫,૧૮૫ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. જે અંધેરીની ધએન્ટલાન્ટિસ બિલ્ડીંગમાં આવેલો છે.

આ બિલ્ડિંગના ૨૭-૨૮મા માળ પરના આ ડુપ્લેક્સનું રજિસ્ટ્રેશન ૧૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. અપાર્ટમેન્ટ સાથે છ પાર્કિંગ આવેલા છે. આ અપાર્ટમેન્ટ માટે ૪.૯૮ કરોડ રૂપિયા સ્ટેમ ડયૂટી અને ૩૦,૦૦૦ રજિસ્ટ્રેશન પેઠે ભરવામાં આવ્યા છે. અમિતાભે આ ફલેટ એકટ્રેસ ક્રિતી સેનને મહિને ૧૦ લાખના ભાડે આપ્યો હતો. તેણે ૨૦૨૧માં ફલેટ ખરીદ્યા પછી તરત જ ભાડે આપી દીધો હતો.

પિતા -પુત્ર અમિતાભ અને અભિષેકે ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન રિયલ એસ્ટેટમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એકલાં ૨૦૨૪માં જ બચ્ચન પરિવારે રિયલ એસ્ટેટમાં રૂપિયા ૧૦૦ કરોડનું રોકાણ કર્યું છે. બંનેએ તાજેતરમાં બોરીવલીમાં ફલેટ લીધા હતા. અભિષેકે તાજેતરમાં મુલુંડમાં પણ એક પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.