બોલીવુડના ખ્યાતનામ ગાયક અરિજીત સિંહ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે જેમાં તેઓ આ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અરિજિત સિંહ આ વર્ષે લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. હોટસ્પર સ્ટેડિયમમાં મોસ્ટ અવેટેડ સંગીત કાર્યક્રમમાં પોતાનો અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અરિજિતનો આ વર્ષનો પહેલો યુરોપિયન કાર્યક્રમ હશે, જે હવે સૌથી વધુ રાહ જાેવાતી સંગીત કાર્યક્રમ બની ગયો છે. આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. લંડનમાં રહેતા તેમના ચાહકો હવે આ કાર્યક્રમની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. સિંગરના લંડનના આ કોન્સર્ટ માટે ૬ જૂન ૨૦૨૫ ના બપોર પછીથી બુકિંગ શરુ થવાનું છે.
આ કોન્સર્ટ અંગે વાતચીત કરતાં અરિજીતે જણાવ્યું હતું કે, ‘હું એક સામાન્ય માણસ છું જે ગીતો ગાય છે, હું આ તક માટે ખૂબ જ નમ્ર અનુભવું છું કે હું ફરી એકવાર લંડનમાં મારા ગીતો રજૂ કરીશ, જાે આનો અર્થ ઇતિહાસ રચવાનો છે તો હું તેના માટે આભારી છું.‘
વર્ષ ૨૦૨૪ માં, ગાયકે લંડનમાં ર્ં૨ એરેના શોમાં ભાગ લીધો હતો જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી, તેણે બ્રિટિશ પોપ ગાયક ઈડ્ઢ શીરન સાથે સ્ટેજ શેર કર્યો હતો.લાઈવ નેશનના અહેવાલ મુજબ, અરિજિત સ્પોટાઇફ પર વિશ્વભરમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ગાયક બન્યા છે. તેમના લગભગ ૧૪૦ મિલિયન ફોલોઅર્સ છે.
આ કોન્સર્ટમાં પરફોર્મ કરતાની સાથેજ, અરિજિત સિંહ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ હિન્દી ગાયક બન્યા છે. આ કિસ્સામાં, તેમણે પ્રખ્યાત સેલિબ્રિટી ટેલર સ્વિફ્ટ, ઈડ્ઢ શીરન અને એરિયાના ગ્રાન્ડેને પાછળ છોડી દીધા છે.

