અભિનેતા ધનુષ હાલમાં દિલ્હીમાં દિગ્દર્શક આનંદ એલ રાય સાથે તેની આગામી હિન્દી ફિલ્મ, ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં દોડતા અભિનેતાના કેટલાક ચિત્રો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આનંદ એલ રાય દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મમાં ધનુષની હિરોઈન ક્રિતી સેનન છે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે. ફિલ્મ માટે એ. આર. રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા ધનુષ ત્રીજીવાર આનંદ એલ રાયની ફિલ્મ કરી રહ્યો છે. આ પહેલા તેણે આનંદ એલ રાયની ‘રાંઝણા’ અને ‘અતરંગી રે ‘ફિલ્મમાં કામ કર્યુ હતું.