Entertainment

સટ્ટાબાજી કેસમાં EDએ યુવરાજ સિંહ, સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા અને અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ શુક્રવારે ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ અને રોબિન ઉથ્થાપા, અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ અને ભૂતપૂર્વ ્સ્ઝ્ર સાંસદ મીમી ચક્રવર્તીની ?૭.૯ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

સત્તાવાર સૂત્રોએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, “ગેરકાયદેસર” સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસની કિંમત ?૧,૦૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

અહેવાલમાં જણાવાયું છે કે મોડેલ ઉર્વશી રૌતેલાની માતા અભિનેત્રી નેહા શર્મા અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની મિલકતો પણ આ કેસમાં જપ્ત કરવામાં આવી છે.

“ઈડ્ઢ એ ગેરકાયદેસર ઓફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મ ૧ટમ્ીં ના સંચાલકો સામે વિવિધ રાજ્ય પોલીસ એજન્સીઓ દ્વારા નોંધાયેલી અનેક હ્લૈંઇ ના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ૧ટમ્ીં અને તેની સરોગેટ બ્રાન્ડ ૧ટમ્ટ્ઠં, ૧ટહ્વટ્ઠં સ્પોર્ટિંગ લાઇન્સ સમગ્ર ભારતમાં ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર કામગીરીને પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટે રોકાયેલા હતા,” તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જંગમ અને સ્થાવર સંપત્તિમાં સૂદની લગભગ ?૧ કરોડ, મીમી ચક્રવર્તીની ?૫૯ લાખ, યુવરાજ સિંહની ?૨.૫ કરોડ, શર્માની ?૧.૨૬ કરોડ, ઉથપ્પાની ?૮.૨૬ લાખ, હઝરાની ?૪૭ લાખ અને રૌતેલાની માતાની ?૨.૦૨ કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે.

ઇડી તપાસમાં જાણવા મળ્યું છે કે સેલિબ્રિટીઓએ જાણી જાેઈને ૧ટમ્ીં ના પ્રમોશન માટે તેના સરોગેટ્સ દ્વારા વિદેશી સંસ્થાઓ સાથે એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતા. આ એન્ડોર્સમેન્ટ વિદેશી સંસ્થાઓ દ્વારા ભંડોળના ગેરકાયદેસર મૂળને છુપાવવા માટે કરવામાં આવ્યા હતા, જે ગેરકાયદેસર સટ્ટાબાજી પ્રવૃત્તિઓમાંથી પેદા થતી પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ (ર્ઁંઝ્ર) સાથે જાેડાયેલા છે,” નિવેદનમાં ઉમેર્યું.