બોલિવૂડ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડિરેક્ટર રાકેશ રોશને પોતાના સોશિયલ મીડિયા ઠ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ કરીને ફેન્સ ને એક મોટી વાત જણાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું હવે ‘ક્રિશ ૪‘ ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું.‘ એવામાં હૃતિક ન્યૂયોર્કની ટ્રિપ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જાેનાસને પણ મળ્યો હતો. આ મુલાકાત પછી, ક્રિશ ૪ પ્રિયંકાને લેવાની અટકળો શરુ થઈ ગઈ છે. હવે અહેવાલો મુજબ પ્રિયંકા ચોપરા ફરી એકવાર આ ફિલ્મમાં વાપસી કરવા જઈ રહી છે.
આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૃતિક રોશન અને આદિત્ય ચોપરાએ ‘ક્રિશ ૪‘ માં મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવાનો ર્નિણય લીધો છે. ફિલ્મ ‘ક્રિશ‘ના અગાઉના બે ભાગોમાં, હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા વચ્ચેની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સફર ‘કોઈ મિલ ગયા‘, ‘ક્રિશ‘ અને ‘ક્રિશ ૩‘ ના પાત્રોની આસપાસ ફરશે. આવી સ્થિતિમાં, ‘ક્રિશ ૪‘ માં પ્રિયંકા ચોપરાનું પુનરાગમન કન્ફર્મ થઈ ગયું છે અને તે પ્રિયાના પાત્રમાં જાેવા મળશે.
હાલમાં, યશ રાજ ફિલ્મ્સમાં ક્રિશ ૪ નું પ્રિ-પ્રોડક્શન કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. બીજી બાજુ, હૃતિક રાઈટર સાથે કામ કરી રહ્યો છે જ્યારે આદિત્ય સ્ક્રિપ્ટને સુધારવામાં મદદ કરી રહ્યો છે. અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે, ‘કેટલાક પ્રોજેક્ટ્સ ફહ્લઠ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, પરંતુ ક્રિશ ૪ એક એવી ફિલ્મ છે જ્યાં ફહ્લઠ ની શરૂઆત જ સ્ટોરીથી થાય છે.‘