78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સેલેબ્સનો જલવો જોવા મળી રહ્યો છે. રેડ કાર્પેટ પર જાહ્નવી કપૂરે પણ ડેબ્યૂ કર્યું હતું.
જાહ્નવી તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે કાન ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ દરમિયાન જાહ્નવીની સાથે હોમબાઉન્ડની આખી કાસ્ટ પણ જોવા મળી હતી. આ ઈવેન્ટમાં જાહ્નવીના ડેબ્યૂ લુકની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જાહ્નવીનો આ લુક જોઈને ફેન્સને તેમની માતા અને પીઢ એક્ટ્રેસ શ્રીદેવી યાદ આવી ગયા.
તરુણ તાહિલિયાનીએ આઉટફિટ ડિઝાઈન કર્યો હતો કાન ફેસ્ટિવલમાં જાહ્નવીનો ડેબ્યૂ આઉટફિટ ફેમસ ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ કસ્ટમ ડ્રેસમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી હતી. બનારસમાં ખાસ વણાયેલા ટીશ્યુમાંથી આ પ્લીટેડ સ્કર્ટ અને કોર્સેટ તૈયાર થયો છે.
એક્ટ્રેસના આઉટફિટમાં સ્ટાઈલનું ટચ રિયા કપૂરે આપ્યું હતું. ડ્રેસને તેના સ્લીક બન સાથે દુપટ્ટા જેવા ડ્રેપથી જોડ્યો હતો. આઉટફિટના સરફેસને હાથથી બનાવેલી તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરાયો. જેનાથી તેનો લુક વધુ આકર્ષક બન્યો. જાહ્નવીના લુકમાં સિગ્નેચર ટીટી ડ્રેપ (ભારતીય ડિઝાઇનર દ્વારા લોકપ્રિય ડિઝાઇન અને ડ્રેપિંગ ટેકનિક)થી ચાર ચાંદ લાગી ગયા હતાં.
જાહ્નવીનો લુક જોઈને ઘણા ફેન્સ અને નેટીઝન્સને તેમની માતા અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની યાદ આવી ગઈ. ઘણા ચાહકોએ કહ્યું કે જાહ્નવી બિલકુલ તેમની માતા શ્રીદેવી જેવી દેખાઈ છે. જાહ્નવીએ લેયર્ડ પર્લ નેકલેસ અને મેચિંગ ડાયમંડ સ્ટડ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.
ગ્લેમર માટે, તેણે ગુલાબી બ્લશ અને આઈલાઈનર પસંદ કર્યું. આ કસ્ટમાઇઝ્ડ આઉટફિટ સાથે, તરુણ તાહિલિયાનીએ મોર્ડન અને ટ્રેડિશનલ લુક બંનેને એકસાથે બતાવવાનો પ્રયાસ કર્યો.

