Entertainment

‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ

કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વશ’ની સીક્વલ છે.

આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે જાનકી IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો અવૉર્ડ શાહરુખ ખાનના હાથે આપવામાં આવ્યો હતો.

‘વશ લેવલ 2’ની સ્ટોરી શું છે?

‘વશ લેવલ 2’ નામની જેમ ‘વશ’થી એક લેવલ અપ જ છે. ફિલ્મની સ્ટોરી બાર વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે અથર્વ (હિતુ કનોડિયા) તેની પુત્રી આર્યા (જાનકી બોડીવાલા)ને એક વશીકરણથી બચાવે છે, પરંતુ તેને ખબર પડે છે કે તે વશીકરણ તેને ક્યારેય છોડતું નથી અને ફરી અજીબોગરીબ ઘટનાઓ શરૂ થાય છે, તેમ તેમ તેને ફરી એકવાર આર્યાને બચાવવા લડવું પડે છે.ફિલ્મમાં હોરર, ઈમોશન્સ અને સસ્પેન્સનું મિશ્રણ છે.