Entertainment

કોમેડિયન સમય રૈનાની વિડીયો કોન્ફરન્સિંગ ની અરજી મહારાષ્ટ્ર સાયબર સેલે ફગાવી

કોમેડિયન સમય રૈનાની તકલીફોમાં હજી એક વધારો થયો છે, ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયા પેરેન્ટ્‌સ વિશેના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો છે. આ મામલામાં અપૂર્વા વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધવામાં આવી છે, જેના સંબંધમાં પોલીસે આ અઠવાડિયાની શરૂઆતમાં તેની પૂછપરછ કરી હતી. બીજી તરફ, રણવીર અલાહબાદિયાએ પોતાની ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી લીધી છે.

સમય રૈનાએ યુટ્યુબ પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ એપિસોડ હટાવી દીધા છે ત્યારે હવે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ સ્પર્ધકને એક અભદ્ર પ્રશ્ન પૂછ્યો હતો, જેના પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ મુંબઈ પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે અપડેટ સામે આવ્યું છે કે મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબર સમય રૈનાની અપીલને ફગાવી દીધી છે.

કોમેડિયન સમય રૈનાએ પોલીસ પાસેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન નોંધવાની પરવાનગી માંગી હતી, પરંતુ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં તેમની અપીલ મંજૂર કરવામાં આવી નથી.

મહારાષ્ટ્ર પોલીસે સમય રૈનાને તેમનું નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આ પછી, સમય રૈનાએ પોતાની અપીલમાં કહ્યું કે તે હાલમાં અમેરિકામાં છે અને તેના સમયપત્રકને કારણે તે ૧૭ માર્ચ પહેલા ભારત પરત ફરી શકશે નહીં. એક એજન્સીના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સાયબર સેલે તેમની અપીલ ફગાવી દીધી છે અને સમય રૈનાને ૧૮ ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશન આવીને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.