Entertainment

એક્ટર મોહનબાબુ વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ, 22 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

‘સૂર્યવંશમ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું 22 વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે વર્ષો પછી, આ કેસમાં સાઉથ એક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ચિત્તિલ્લુ નામના વ્યક્તિએ એક્ટર મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે મોહન બાબુએ મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

તે લાંબા સમયથી સૌંદર્યા અને તેના ભાઈ પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તે ન થયું, ત્યારે તેણે તેમની હત્યા કરાવી દીધી. ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે સૌંદર્યાના મૃત્યુ પછી, એક્ટર મોહન બાબુએ તેમની જમીન પર ગેરકાયદે રીતે કબજો કર્યો હતો.

પોતાના મૃત્યુ પહેલા, સૌંદર્યા મોહન બાબુ સાથે ફિલ્મ 'શિવ શક્તિ'નું શૂટિંગ કરી રહી હતી.

ફરિયાદીએ મોહન બાબુ અને તેમના પરિવાર પાસેથી પોતાના માટે સુરક્ષાની માંગણી કરી છે, અને કહ્યું છે કે તેઓ સૌંદર્યાની 6 એકર જમીન પર કબજો કરવા માંગે છે. તે કહે છે કે મોહન બાબુ તેને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ફ્લાઇટ ક્રેશ થતા સૌંદર્યા સહિત 4ના મોત 2004માં, સૌંદર્યાએ રાજકારણમાં એન્ટ્રી કરી અને ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા. 17 એપ્રિલ 2004ના રોજ, સૌંદર્યા તેના ભાઈ અમરનાથ સાથે, કરીમનગરમાં યોજાનારી રાજકીય રેલી માટે 4-સીટર પ્રાઈવેટ જેટ, કાસ્ના 180માં બેંગ્લોરથી કરીમનગર જવા રવાના થઈ. ફ્લાઇટે બેંગલુરુના જક્કુર એરફિલ્ડથી સવારે 11:05 વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ 100 ફૂટ ચઢ્યા પછી તેમાં આગ લાગી ગઈ હતી. આખું વિમાન બળી ગયું.