Entertainment

રવિનાની દીકરી રાશાની શાનદાર શરૂઆત, ‘આઝાદ’એ પહેલા દિવસે 1.5 કરોડની કમાણી કરી

કોવિડ પછી, ઘણા નવા કલાકારોએ બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી કરિયરની શરૂઆત કરી છે. તાજેતરમાં જ એકટ્રેસ રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મની સ્ટોરી સાથે લોકો તેનાં ગીતોને પણ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 1.5 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી લીધી છે. આ સાથે, નવા સ્ટાર્સ સાથેની આ ફિલ્મે કોવિડ પછી સૌથી મોટી ઓપનિંગ કરી છે.

આઝાદ ફિલ્મ આ વર્ષે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. રવિના ટંડનની પુત્રી રાશા થડાની અને અમન દેવગણે આ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી છે. અમન અજય દેવગનનો ભાણેજ છે.

આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મમાં અજય દેવગને પણ કામ કર્યું છે. આ ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. આઝાદની વાર્તા 1920ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. તેણે ઓપનિંગ ડે પર 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

5 જુલાઈ, 2024ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘કિલ’એ તેના શરૂઆતના દિવસે 1.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રાઘવ જુયાલ, લક્ષ્ય, તાન્યા માણિકતલા, આશિષ વિદ્યાર્થી જેવા સેલેબ્સ તેમાં કામ કર્યું હતું. જ્યારે એક્ટર લક્ષ્યે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

‘કિલ’ ફિલ્મનું ડિરેક્શન નિખિલ નાગેશ ભટ્ટે કર્યું હતું. તેના મેકર્સ હતા કરણ જોહર, ધર્મા પ્રોડક્શનના અપૂર્વા મહેતા, ગુનીત મોંગા કપૂર અને શીખ્યા એન્ટરટેઈનમેન્ટના અચિન જૈન.