બોલિવૂડના ઘણા કલાકારોએ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એક્ટ્રેસ સૈયામી ખેરે પણ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે- તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક ફિલ્મમાં કામ કરવાના બદલામાં પોતાની જાત સાથે સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું.
એન્ટરટેનમેન્ટ પોર્ટલ ‘બોલિવૂડ બબલ’ સાથેની એક મુલાકાતમાં, સૈયામી ખેરે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ શેર કર્યો. એક્ટ્રેસે જણાવ્યું કે- જ્યારે તે માત્ર 19 વર્ષની હતી, ત્યારે તેને તેલુગુ ફિલ્મમાં ભૂમિકા માટે જાત સાથે સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું.

સૈયામી ખેરે કહ્યું- સાઉથ ઈન્ડસ્ટ્રીની એક મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરે મને કહ્યું કે ફિલ્મમાં કામ મેળવવા માટે તમારે થોડું કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. આ સાંભળીને મને ઝટકો લાગ્યો, કોઈ સ્ત્રી આવી માંગ કેમ કરી શકે?
એક્ટ્રેસે કહ્યું- મેડમ, હું સમજી નહિ કે તમે શું કહી રહ્યાં છો? હું આ વારંવાર કહેતી રહી. છેવટે તેણે કહ્યું- જુઓ, તમારે સમજવું પડશે. મેં કહ્યું- મને દુઃખ છે કે તમને લાગે છે કે હું એવી વ્યક્તિ છું જેને આ રસ્તે જવાની જરૂર છે. મારી કેટલીક મર્યાદાઓ છે જે મેં મારા જીવનમાં ક્યારેય ઓળંગી નથી.

