નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડેએ નેટફ્લિક્સ, શાહરુખ ખાન અને આર્યન ખાન ડ્રગ્સ કેસ વેબ સિરીઝ “ધ બેડ બોયઝ ઓફ બોલિવૂડ”ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
IRS અધિકારીએ શાહરુખ ખાન, તેમની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્ય પક્ષો પાસેથી ₹2 કરોડનું વળતર માગ્યું છે, જે તે કેન્સરના દર્દીઓની સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરશે.
સમીર વાનખેડે તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે શાહરુખ ખાન અને ગૌરી ખાનની માલિકીની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય લોકો સામે કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણાત્મક રાહત અને નુકસાનની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
આ કેસ રેડ ચિલીઝ દ્વારા નિર્મિત અને ટેલિવિઝન સિરીઝ “ધ બેડ બોયઝ ઓફ બોલિવૂડ”ના ભાગ રૂપે નેટફ્લિક્સ પર પ્રસારિત કરાયેલ ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યા વીડિયોમાંથી ઉદ્ભવતા નુકસાન માટે દાખલ કરવામાં આવ્યો છે.
નિવેદન અનુસાર, આ સિરીઝ ડ્રગ્સ સામે કામ કરતી અમલીકરણ એજન્સીઓની ભ્રામક અને ખોટી છબી રજૂ કરે છે, જેના કારણે કાયદા અમલીકરણ સંસ્થાઓ પર લોકોનો વિશ્વાસ ઓછો થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ સિરીઝના પહેલા એપિસોડમાં, સમીર વાનખેડેથી પ્રેરિત એક પાત્ર બોલિવૂડની એક પાર્ટીંમાં પહોંચે છે અને ‘ડ્રગ્સ’નું સેવન કરતા લોકોને શોધે છે.