Entertainment

મની લોન્ડરિંગ કેસ: ઈડી દ્વારા સુપરસ્ટાર મહેશ બાબુ ને સમન્સ

હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ પાઠવવામા આવ્યું છે જેમાં અભિનેતા ને ૨૭મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતા મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપની માટે વિજ્ઞાપનમાં કામ પણ કર્યું હતું. અમુક સ્થાનિક મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર આ કંપનીઓએ મહેશ બાબુને બેન્ક ખાતા સિવાય રોકડા રૂપિયા પણ આપ્યા હતા. આરોપ છે કે કંપનીઓએ મહેશ બાબુને અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. એવામાં ઈડીના અધિકારીઓને આશંકા છે કે રિયલ એસ્ટેટ કંપનીએ કરેલી છેતરપિંડી અને આ રોકડ રકમનું કનેક્શન હોઈ શકે છે.

તેમજ આ મામલે સૂત્રો અનુસાર થોડા દિવસ પહેલા જ આ કેસમાં ઈડ્ઢએ બંને રિયલ એસ્ટેટ કંપનીઓના ઠેકાણા પર દરોડા પાડયા હતા. જુબલી હિલ્સ, બોવેનપલ્લી, સિકંદરાબદમાં પણ દરોડા પડ્યા હતા. સાઈ સૂર્યા ડેવલપર્સનો માલિક સતીશ ચંદ્ર ગુપ્તા પર ગ્રીન મિડોઝ નામના પ્રોજેક્ટમાં ચૂક થવાનો આરોપ છે જેમાં મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર હતો.