Entertainment

ભારતીય પરંપરા દેખાડતાં બે હાથ જોડી પોઝ આપ્યો, 23મી વખત રેડ કાર્પેટ પર જલવો

એક્ટ્રેસ ઐશ્વર્યા રાય વિના કાન ફિલ્મ ફેસ્ટિવલ શક્ય છે ખરા? 78મા ફિલ્મ ફેસ્ટિવલનો મોસ્ટ અવેટેડ લુક સામે આવી ગયો છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે ત્યાં હાજર લોકોને નમસ્તે કહી ભારતીય પરંપરાની ઝલક દેખાડી. ઐશ્વર્યા રાય-બચ્ચને વર્ષ 2002માં પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

એક્ટ્રેસનો લુક કેવો હતો? કાનમાં એક્ટ્રેસે સફેદ બનારસી સાડી પહેરી હતી. તેણે સાડીને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. સાડી પર ગોલ્ડન ભરતકામ વર્ક હતું. તેણે આ લુકને હેવી પિંક જ્વેલરીથી પૂર્ણ કર્યો.

મનીષ મલ્હોત્રાની જ્વેલરી બ્રાન્ડ દ્વારા ડિઝાઇન કરાયેલી ઐશ્વર્યાની જ્વેલરી ખૂબ જ શાહી લુક આપી રહી હતી.

ઐશ્વર્યાએ હેવી પંચલડા હાર સાથે નેક્લેસ અને મોટી વીંટી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. તેણે મિડિલ પાર્ટેડ હેરસ્ટાઇલ પહેરી અને સિંદૂર ફ્લોન્ટ કર્યું હતું. આ કારણે જ તેના લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

ડાબી બાજુ 2002 કાન ફેસ્ટિવલનો લુક, જમણી બાજુ 2025 કાન ફેસ્ટિવલનો લુક.

ઐશ્વર્યાના લુક વિશે વાત કરીએ તો એક્ટ્રેસનો લુક ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયો હતો. એક્ટ્રેસે જે સાડી પહેરી હતી એ હાથ વણાટથી તૈયાર થયેલી બનારસી હેન્ડલૂમ સાડી હતી.

ગળાનો હાર બોલ્ડ, શાહી અને ચમકથી ભરેલો હતો.