Entertainment

લગ્નનાં ત્રણ વર્ષ બાદ પત્રલેખાએ આપ્યા ગુડ ન્યૂઝ, કપલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી લખ્યું બેબી ઓન ધ વે

રાજકુમાર રાવે ઘણા લાંબા સમય સુધી પત્રલેખાને ડેટ કર્યા બાદ નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. લગ્નનાં ત્રણ વર્ષ બાદ કપલે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. બંને સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ કોલેબમાં પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે-બેબી ઓન ધ વે.

રાજકુમાર રાવ અને પત્રલેખા 11 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, પત્રલેખાએ જણાવ્યું હતું કે તેણે રાજકુમાર રાવને પહેલીવાર ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’માં જોયો હતો. પહેલીવાર પત્રલેખાને લાગ્યું કે રાજકુમાર ફિલ્મના પાત્ર જેટલો જ વિચિત્ર છે, જોકે એવું નહોતું.

બીજી બાજુ, રાજકુમાર રાવે પત્રલેખાને એક જાહેરાતમાં જોયા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પત્રલેખા અને રાજકુમાર 2010થી એકબીજા સાથે રિલેશનશિપમાં હતાં. બંને 2014માં આવેલી ફિલ્મ ‘સિટી લાઇટ્સ’માં સાથે જોવા મળ્યાં હતાં.