એક્ટ્રેસ વામિકા ગબ્બીએ તાજેતરમાં શાહરુખ ખાન સાથેની તેની પહેલી મુલાકાતનો એક ફની કિસ્સો સંભળાવ્યો. સુપરસ્ટાર શાહરુખ ખાન એટલીની ફિલ્મ ‘બેબી જોન’ના મુહૂર્ત પર પહોંચ્યો. આ વામિકાની શાહરુખ સાથેની પહેલી મુલાકાત હતી, પરંતુ આ મુલાકાત તેની અપેક્ષા મુજબ નહોતી. મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં વામિકાએ જણાવ્યું કે- તે વાતચીત થોડી વિચિત્ર હતી.
જ્યારે શાહરુખ સેટ પર આવ્યો ત્યારે બધા તેને ઘેરી લેતા અને તેની વાતો સાંભળતા. વામિકા અને તેનો ભાઈ હાર્દિક પાછળ ઊભા હતા. બંને મજાકમાં વિચારી રહ્યા હતા કે જો શાહરુખ વાત કરવા આવે તો તેમણે શું કહેવું જોઈએ. હાર્દિક હસ્યો અને કહ્યું, “નસ કાટ દે.”
વામિકાએ કહ્યું- “આ ‘બેબી જોહ્ન’ના મુહૂર્તનો સમય હતો. શાહરુખ સર ફક્ત 15 મિનિટ માટે આવ્યા હતા. હાર્દિક અને હું ત્યાં હતા, મમ્મી-પપ્પા ચંદીગઢમાં હતા. મેં હાર્દિકને કહ્યું- તું મારા ફિલ્મના મુહૂર્ત માટે આવ, તો તે આવ્યો હતો.
હવે શાહરુખજી પણ ત્યાં આવ્યા હતા. ભીડ વચ્ચે તે ઊભા રહીને વાત કરી રહ્યા હતા, બધા તેને સાંભળી રહ્યા હતા. અમે થોડા પાછળ ઊભા હતા, એટલે કે આગળ બે-ત્રણ વધુ લોકો હતા. અમે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, મેં હાર્દિકને પૂછ્યું- ‘જો તે વાત કરવા આવે તો મારે શું કહેવું જોઈએ?’ હાર્દિકે કહ્યું- ‘નસ કાટ દે.’ અમે બંને હસતા હતા.”

