ગાંધીનગર જિલ્લાના હાજીપુર ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકીને 11 શખ્સોને રૂ.4.30 લાખની રોકડ, વાહનો તેમજ મોબાઈલ મળીને કુલ રૂ.26.16 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધારો સહિત 4 થી 5 લોકો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ખેતરની બાજુમાં ખુલ્લી જગ્યામાં ધમધમતું જુગારધામ ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારધામ પર મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે દિનેશજી સોમાજી ઠાકોર અને મોહસીનખાન જરિફખાન પઠાણ નામના શખ્સો ભેગા મળીને હાજીપુર ગામની માઢુની સીમમાં ખેતરની બાજુમાં ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.
11 જુગારીઓ ઝડપાયા આ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી આંબાના ઝાડ નીચે પાથરણું પાથરી જુગાર રમતા કુલ 11 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત અન્ય આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા.
બાદમાં જુગારીઓ ની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ રાજેન્દ્રભાઇ બાબુભાઇ પટેલ, યુસુફમીયા હૈદરમિયા કુરેશી,અશોકજી કચરાજી ઠાકોર,જતીન માધુભાઈ પટેલ, નરેશભાઈ મુળજીભાઈ પરમાર,મહેશજી ઉદાજી ઠાકોર,ઉસ્માનભાઈ જામાભાઈ જાદવ,જગદીશભાઈ જ્યંતીભાઈ પટેલ, દશરથજી લાલાજી ઠાકોર,સંજય મંગાજી ઠાકોર,અજીતસિંહ બાવલભાઈ મકવાણાહોવાનું જણાવ્યું હતું.

