Gujarat

116 કન્ડકટરોની તેમના વતના જેતે વિસ્તારમાં આવતા ડેપોમાં મૂકવામાં આવ્યા‎

જામનગર એસટી વિભાગમાં ધણા સમયથી કન્ડકટરોની જગ્યાઓ ખાલી પડી હતી ત્યારે રાજય સરકારના એસટી નિગમ દ્વારા 156 કન્ડકટરોની ફાળવણી કરવામાં આવી છે તેમજ 116 કન્ડકટરોની બદલી પામ્યા છે અને તેમના વતનના વિસ્તારના એસટી વિભાગમાં નિમણુંક પામ્યા છે.

જામનગર વિભાગના અલગ-અલગ પાંચેય ડેપોમાં મેરીટ મુજબ તેની માંગણી પ્રમાણે મૂકવામાં આવ્યા છે. જામનગર એસટી વિભાગમાં કન્ડકટરોની ઘટ હોવાથી રજા લેવી સહિત જેતે રૂટમાં કયા કન્ડકટરાેને મૂકવા તેની પણ સમસ્યાઓ કન્ડકટરોની થતી હતી.

જામનગર એસટી ડિવિઝન હેઠળ જામનગર, દ્વારકા, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ સહિતના ડેપોનો સમાવેશ થાય છે ત્યારે જામનગર એસટી વિભાગમાં ઘણા સમયથી કન્ડકટરોની જગ્યાઓ ખાલી હોવાથી કર્મચારીઓને અનેક સમસ્યાઓ પડતી હતી ત્યારે રાજય સરકાર દ્વારા 156 કન્ડકટરોની ફાળવણી અલગ-અલગ પાંચ ડેપોમાં કરવામાં આવી છે અને 116 કન્ડકટરોની બદલી તેમના વતનના વિસ્તારના ડેપોમાં મૂકવાના હુકમ કરાયા તેમજ અન્ય જગ્યાએ નોકરી મળતા 2 કન્ડકટરોએ રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

હવે કન્ડકટરોની ફાળવણી કરવામાં આવતા કન્ડકટરોને પડતી સમસ્યાઓનું નિરાકરણ થશે તેમ એસટી વિભાગમાંથી જાણવા મળ્યું છે.