Gujarat

માંગરોળ બંદર ખાતે 13 કેન્સર વોરિયર્સનું સન્માન કરાયુ

આ સન્માન સમારોહ મા ખારવા સમાજના પટેલ ઘનસુખભાઇ ગોસિયા, પ્રેમજીભાઇ હોદાર, રચનાત્મક સર્જનાત્મક ગૃપના સભ્યો સુરેશભાઈ ગોસિયા, વિનોદભાઈ ગોસિયા, દિનેશભાઈ વંદુર, વિશ્રામભાઇ તેમજ જાયન્ટસ ગૃપ ના સુખાનંદી બાપુ, વિશ્વ હિન્દુપરિષદ ના વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી,તરુણ બાપુ ગૌસ્વામી, ભાજપ આગેવાન દાનભાઈ ખાંભલા,  સંજીવની નેચરના નરેશબાપુ ગૌસ્વામી, નીલુભાઇ રાજપરા,તેમજ પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઈ પરમાર, નરશીભાઇ ખેર સહીત ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,
કેન્સર અંગે જાગૃતીના સંદેશા સાથે દ્વારકાથી દરિયાઈ યાત્રા નિકળેલા 13 કેન્સર વોરિયર્સનું ખારવા સમાજ તથા વિશ્વ હિન્દુપરિષદ સહીત વિવિધ સંસ્થાઓએ સન્માનિત કર્યા.
કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા અનોખુ આયોજન જેમાં 13 કેન્સર વોરિયર્સ દ્વારકાથી મધદરિયે કયાકિંગ કરી 250 કિ.મી.નો દરિયો ખેડી અંતે સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરી પોતાની યાત્રા પૂર્ણ કરશે.
આ યાત્રાનો હેતુ કેન્સર પીડિતોને પ્રેરણાનું પ્રતિક આપવો છે કે કેન્સર પછી પણ સુંદર રીતે જીવન શક્ય છે. આ સાથે જ કેન્સરના સમયસર નિદાન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો સાથે વ્યસન મુક્તિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દરરોજ 25 થી 30 કિલોમીટર મધદરિયે સીંગલ હોળી ચલાવ્યા બાદ જે દરિયા કિનારે વિરામ લીધોહોય ત્યાં આસપાસના ગામોના લોકો યૂવાનોને કેન્સર અંગે જાગૃતિનો સંદેશો આપતી આ કેન્સર વોરિયર્સની યાત્રા માંગરોળ બંદર ખાતે પહોચતા ખારવા સમાજ દ્રારા ઉમળકાભેર આવકાર આપી તેમના ઉતારાની તથા ભોજન વ્યવસ્થા કરાઇ તેમજ માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ , જાયાંટ્સ ગૃપ, સંજીવની નેચર ફાઉન્ડેશન, રામધૂન મંડળ, પત્રકાર સંઘ સહીત વિવિધ સંસ્થાઓ દ્રારા પ્રેરણાદાયી પહેલ કરનારા આ 13 કેન્સર વોરિયર્સનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
આવતી કાલે 4 જાન્યુઆરી કેન્સર ડે નાં રોજ સોમનાથ પહોંચી મહાદેવને ઊધજા ચડાવીને તેઓની આ સફર પૂર્ણ કરશે
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ