Gujarat

14.48 લાખનો મુદ્દામાલ જપ્ત, ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગે સેમ્પલ લીધા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. 30 જાન્યુઆરીના રોજ પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસને લેબલ વગરના પૂઠાના બોક્સ અને પતરાના ડબ્બાઓમાં શંકાસ્પદ ઘી જેવું પ્રવાહી મળી આવ્યું હતું.

પોલીસે શંકાસ્પદ ઘી અને અન્ય સાધન સામગ્રી સહિત કુલ રૂ. 14,48,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે તરત જ ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને જાણ કરી હતી.

આજે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ઘીના નમૂના લીધા હતા અને ડબ્બાઓને સીલ કરી દીધા હતા. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.