Gujarat

પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં પ્રથમ આવેલ ખોખર ફળિયા પ્રાથમિક શાળાના 15 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે

છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન અને એથ્લેટિક સ્પર્ધા તારીખ 3/ 2/ 25 સોમવારે શ્રીમતી વી આર શાહ હાઇસ્કુલ પાવીજેતપુર ખાતે યોજાઇ હતી જેમાં છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામની ખોખર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં અંડર 14 કુમાર 1.રાઠવા વિકેશ-પ્રથમ2.  રાઠવા આયુષ -બીજો ,અંડર 14 -કન્યા 1. રાઠવા લક્ષ્મી -બીજો 2. રાઠવા ઉમા -ચોથો અંડર 17-કુમાર -રાઠવા નૂરસીંગ -બીજો અંડર 17-કન્યા 1. રાઠવા રીના-ત્રીજો 
2. રાઠવા લલિતા -ચોથો
આ તમામ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
જ્યારે એથલેટિક સ્પર્ધા તારીખ 04/02/25 ને સંખેડા ખાતે યોજાય હતી તેમાં નીચે ના વિધાર્થી યો એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે અંડર 9 1. સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પ -પ્રથમઅંડર 11,  1.100 મીટર દોડ -કુમાર -રાઠવા રણવીર -પ્રથમ 2. સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પ -કન્યા -રાઠવા અરુણા -પ્રથમ3. લાંબીકૂદ -કુમાર -રાઠવા રણવીર -પ્રથમ 4. લાંબી કૂદ -કન્યા -રાઠવા હિરલ -દ્વિતીય, અંડર 14 1. ચક્રફેંક- કન્યા -રાઠવા લલિતા -પ્રથમ 2. ચક્રફેંક -કન્યા -રાઠવા નિશા -દ્વિતીય 3. ચક્રફેંક -કુમાર -રાઠવા સુમિત -દ્વિતીય 4. લાંબી કૂદ -રાઠવા રેશ્મા -પ્રથમ આવી હતી.     આ તમામ વિદ્યાર્થીએ એથલેટિક સ્પર્ધા માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
કુલ ખોખર ફળીયા શાળા ના 15  બાળકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ તબક્કે શાળા ખુબ જ ગૌરવ અને આનંદ ની લાગણી અનુભવે છે.જિલ્લા ના રમતગમત અધિકારીઓએ વિદ્યાર્થીયો ને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ શાળા ના આચાર્ય રાઠવા નવલભાઈ તથા શાળાના સ્ટાફ મિત્રો તેમજ ગામના તમામ લોકોએ વિદ્યાર્થીયો ને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી અને ગામનું અને જિલ્લા નું નામ રોશન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર