અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા આરોપીએ 64થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. લોખડની ચોરીથી લઇને ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીને પકડ્યા બાદ પણ પોલીસને હજી શંકા છે કે, તે અન્ય ગુનામાં પણ સંડોવાયેલો હોઇ શકે છે.
આ આરોપીની ધરપકડ બાદ હજી પણ કેટલાક કેસમાં તે સંડોવાયેલો છે તે જાણવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે.
40 વર્ષમાં રીઢા ગુનેગારે 62 ગુના કર્યા વર્ષ 1985માં 16 વર્ષની ઉંમરે લોખંડની ચોરી કરી ગુનાખોરીની દુનિયામાં પગ મુકનાર જૈનુલ આબેદીન અંસારી હાલ 56 વર્ષનો છે. છેલ્લા 40 વર્ષથી તે પોલીસને હંફાવી રહ્યો હતો.
1991માં અકસ્માતે હાથ ગુમાવ્યો હોવા છતાં તે એક હાથે બાઇક અને ગાડી પૂરપાટ ઝડપે હંકારી દારૂની ખેપ મરાવા કે ચેઇન સ્નેચીંગ જેવી ગુનાખોરી કરવામા માહિર જૈનુલ વિરુદ્ધ કુલ 62 ફરિયાદો નોંધાઇ છે. આ રીઢો ગુનેગારે NDPSના ગુનામાં વોન્ટેડ હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો છે.

