ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. કુડાસણ વિસ્તારમાં TP-4 અનામત પ્લોટ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા છે.

કુડાસણમાં ખાંડ નંબર 145 અને 162માંથી કુલ 17 છાપરા અને કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનનું ક્ષેત્રફળ 4638 અને 2480 સ્ક્વેર મીટર છે. દબાણ હટાવતા પહેલા એસ્ટેટ શાખાએ ત્રણ વખત મૌખિક સૂચના આપી હતી. ટાઉન પ્લાનિંગ શાખાએ લેખિત નોટિસ પણ પાઠવી હતી. નોટિસનો સમય પૂરો થયા બાદ પોલીસની મદદથી દબાણો દૂર કરાયા હતા.

સેક્ટર-24માં આદર્શ નગર સોસાયટીના 85થી વધુ મકાનોની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી છે. વધુમાં, 20થી વધુ દુકાનોના ગેરકાયદે શેડ પણ દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરની સુવ્યવસ્થિતતા જાળવવા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે. તેઓ શહેરને દબાણમુક્ત બનાવવા પ્રતિબદ્ધ છે.