છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 181માં કોલ આવતા જણાવેલ છે, કે મારા પતિ તેમના ભાઈ બાંધોની વાતમાં આવીને વ્યશન કરીને હેરાનગતિ અને મારપીટ કરે છે. જેથી મારા પતિને સમજાવવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે. કોલ મળતાની સાથે જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે પહોંચીને જઈને પીડિતા જોડે વાતચીત કરતા પીડિતા એ જણાવ્યું કે મારા પતિ વ્યશન કરીને રાતે લેટ આવે છે.
કયા જાય એ હું પૂછુ તો મને મારપીટ કરે છે. મારા પતિ ઘરમાં કોઈ વસ્તુ લાવતા નહિ અને ઘરમાં કોઈ જીવન જરૂર વસ્તુઓ ઘરમાં લાવતા નથી. અને મારે બે બાળકો છે. એક દીકરો અને એક દીકરી ભણવા જાય છે. હું સીવણ કામ કરું છું. અને મારા બાળકોનો ખર્ચ પૂરો પાડુ છું. પણ મારા પતિ તેમનો પણ કોઈ ખર્ચ પુરા પાડતા નથી. અને મે તેમને સમજવા જાવ છું, તો મને માર પીટ કરે છે, પીડિત મહિલાની વાત સાંભળીને પીડિત મહિલાના પતિનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતા પતિ આખો દિવસ ઘરની બહાર રહે છે. અને છુટક મંજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
તેથી પીડિતાના પતિને અભયમ ટીમ સમજાવેલ કે તેઓ ભાઈ બધોની વાતોમાં ના આવીને તમારી પત્નીને હાથ નહિ ઉપાડવાનો અને અભયમ ટીમે પીડિતાના પતિને કાયદાકીય સમાજ આપી અને વ્યશન ના કરે તો તેમના પરિવારમાં એવા ઝગડો ના થાય. ત્યાંર બાદ પીડિતાના પતિએ બાહેધરી આપી અને આજ પછી મારી પત્ની ઉપર હાથ નહિ ઉપાડું અને વ્યશન નહિ કરું અને ઘરમાં જે જીવન જરૂરિયાતની વસ્તુ લાવી આપીશ..જેથી પીડિતા એ આગળ કોઈ કાર્યવાહી કરવા ન માંગતા અભયમ ટીમ પતિ પત્નીને સમજાવી તૂટતાં પરિવાર બચાવીને સુખદ સમાધાન કરાવ્યુ હતું. તેથી પીડિતા એ 181 અભયમ ટીમ નો આભર પણ માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

