ગોધરા પોલીસ હેડ કંટ્રોલ ગ્રાઉન્ડમાં આજે ફાયર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા રીજિયનલ ફાયર ઓફિસર પી.બી. ગઢવીના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં દીપેશ જૈન, ધર્મેશ ગોર અને અક્ષય જયસ્વાલ સહિતના અધિકારીઓની હાજરી રહી. વડોદરા ઝોનના છ જિલ્લાના ફાયર હેડક્વાર્ટર્સમાંથી કુલ 30 જેટલા ફાયર જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો.

મોકડ્રીલમાં સ્કોટ ડ્રીલ, લેડર ડ્રીલ અને પમ્પ ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉપરાંત ફાયર અવેરનેસ અંગે ચર્ચા અને ગ્રુપ ડિસ્કશન પણ યોજવામાં આવ્યા.

કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકા, કરજણ નગરપાલિકા, લુણાવાડા નગરપાલિકા, દાહોદ નગરપાલિકા, છોટાઉદેપુર નગરપાલિકા અને આણંદ મહાનગર પાલિકાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

