ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે એક બાઈક ચાલક તેમને અડી ગયો હતો. મજૂર પરિવારે બાઈક ચાલકને ધ્યાનથી ચલાવવાનું કહેતા આવેશમાં આવી ગયેલા બાઈક ચાલકે 4 યુવાનો પર છરીથી હુમલો કર્યો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનોમાં 22 વર્ષીય ઠાકુર દિત્યા શીંગાડ, 16 વર્ષીય કૈલાશ દિત્યા શીંગાડ, 25 વર્ષીય કમલેશ બહાદુર મીનામા અને 16 વર્ષીય સાગર રમેશશીંગ ભુરિયાનો સમાવેશ થાય છે. આ ચારેય યુવાનોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક યુવાનને પડખામાં, બે યુવાનોને હાથમાં અને એક યુવાનને કપાળના ભાગે છરી વાગી હતી. પડખામાં ગંભીર ઈજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના PSI, સર્વેલન્સ સ્ટાફ અને LCB બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કરી દીધું છે અને ફરાર થયેલા આરોપીને પકડવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.

ઇજાગ્રસ્ત ઠાકુર દિત્યા શીંગાડ ઉ.વ.22, કૈલાશ દિત્યા શીંગાડ ઉ.વ.16, કમલેશ બહાદુર મીનામા ઉ.વ. 25, અને સાગર રમેશશીંગ ભુરિયા ઉ.વ.16 સહિતના ચારેય યુવાનોને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક યુવાનને પડખાના ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળના ભાગે છરી લાગી હતી ચારેય યુવાનોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પડખાના ભાગે ઇજા થનાર યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

