Gujarat

રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર – કચ્છના 5000 ઉદ્યોગકારોનો જમાવડો થશે

રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર – કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 5000 થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે ત્યારે ઉદ્યોગને નવી દિશા આપતી આ સમિટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીના 10 થી 12 જાન્યુઆરી વચ્ચે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે.

જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટિ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમીનાર યોજાશે.