Gujarat

‘52 રત્નકલાકારોએ મંદીથી જીંદગી ટૂંકાવી, હજારોની રોજી ગઈ, બાળકોની ફી અને ઘરનાં ભાડાં ભરવા રૂપિયા નથી’

હીરા ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેમાં રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. મજૂરીના ભાવ અડધા થઈ ગયા છે. જોબવર્ક મજૂરી 1200 રૂપિયાથી 800 રૂપિયા થઈ ગઈ છે.

3 દિવસ પહેલાં જ એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો હતો. શહેરમાં 1 વર્ષમાં 52 રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. અનેક રત્નકલાકારો સંતાનોની સ્કૂલની ફી પણ ભરી શક્યા નથી, જેથી ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક યોજી રજૂઆતો કરી હતી.

સુરત, ભાવનગર, પાલનપુર, અમરેલી મળીને 40 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમાંથી અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે. બેઠકમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રત્નકલાકારોને પુરતાં ભાવ ન મળતાં પગાર ઘટી ગયા છે, અનેક બેરોજગાર બન્યા છે. રત્નકલાકારો ઘર ખર્ચ તથા બાળકોની ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે, ભાડું અને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.