Gujarat

ખામધ્રોળ રોડ પર ઈકો કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 812 ચપટા દારૂ સાથે 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ખામધ્રોળ રોડ પર પાર્ક કરેલી એક ઈકો કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસની રેડ પડે તે પહેલા જ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.

વિદેશી દારૂની 812 નંગ ચપટીઓ મળી આવી

 રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહીબીશનની બદી દૂર કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડીવાયએસપી રવીરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એફ.બી. ગગનીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન કોન્સ્ટેબલ કરશનભાઈ ગોવિંદભાઈ ભારાઈને બાતમી મળી હતી કે, ખામધ્રોળ રોડ હર્ષદનગર જવાના રસ્તે સાર્વજનિક પાર્કિંગમાં એક ઈકો કારમાં દારૂનો જથ્થો સંતાડેલો છે.