ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને વેગવન્તો બનાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણ મુજબ પંચાયતી રાજ સંસ્થાઓને બીજા હપ્તા તરીકે રૂ. 741.90 કરોડની ફાળવણી કરી છે.
પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ રકમ દ્વારા સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. જેમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, ગામડાઓમાં પાયાની સુવિધાઓના વિકાસ સહિતના કાર્યોનો સમાવેશ થશે.
ત્રણેય સ્તરે ફાળવણીનું વિભાજન
- ગ્રામ પંચાયતોને : 70% મુજબ રૂ. 519.33 કરોડ
- તાલુકા પંચાયતોને : 20% મુજબ રૂ. 148.38 કરોડ
- જિલ્લા પંચાયતોને : 10% મુજબ રૂ. 74.19 કરોડ

