Gujarat

જેતપુરમાં ટ્રેન અડફેટે આવી જતાં 17 વર્ષીય યુવકનું મૃત્યુ

રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક દુઃખદ ઘટના બની હતી રાજકોટ-પોરબંદર જતી ટ્રેન નીચે એક યુવકનું મોત નીપજયુ હતું . આ મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ  જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીકથી દૂર ધોરાજી ફાટક નજીક ટ્રેન અડફેટે 17 વર્ષીય યુવકનું  કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.અને મૃતકની પોલીસે શોધ કોણે હાથ ધરવામાં આવતા પોલીસે ઓળખ મેળવી લીધી હતી જેમાં યુવાન નજીકમાં આવેલ દાસીજીવણપરા વિસ્તારમાં રહેતો કૌશિક પ્રેમજીભાઈ સોલંકી ઉમર વર્ષ 17 રેલ્વે ટ્રેક પર ગયેલ હોઈ ત્યારે અચાનક ટ્રેન અડફેટે આવી જતાં કપાયેલ આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ જેતપુર પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને  મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી