ધંધુકા-અમદાવાદ હાઈવે પર આવેલી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. કેનાલમાં તરતી લાશ જોઈને આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પુરુષની ઉંમર 45થી 50 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે. લાશની ઓળખ થઈ શકી નથી.
ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુનું કારણ અને અન્ય વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.