Gujarat

65 વર્ષીય દર્દીને ડાયાલિસિસ માટે તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરી

સુરતમાં એક માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે, જ્યાં કોળી સેના ગુજરાત સંગઠને એક વૃદ્ધ દર્દીને મદદરૂપ થઈને માનવતાની મિસાલ કાયમ કરી છે. સુરતની એક ખાનગી હોસ્પિટલમાં 65 વર્ષના એક વૃદ્ધ દર્દીને ડાયાલિસિસની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી, જેના માટે બ્લડની આવશ્યકતા હતી.

દર્દીના પરિવારજનોએ બ્લડની વ્યવસ્થા માટે અનેક લોકોનો સંપર્ક કર્યો, પરંતુ સફળતા ન મળતાં તેમણે કોળી સેના ગુજરાત સંગઠન સુરત જિલ્લાના મહામંત્રી શ્યામભાઈ જીણાભાઈ બારૈયાનો સંપર્ક કર્યો.

શ્યામભાઈએ તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજી અને હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈને દર્દી માટે જરૂરી બ્લડની વ્યવસ્થા કરી આપી. આ ઘટના સમાજસેવાની એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે, જ્યાં સામાજિક સંગઠનો લોકોની મદદ માટે તત્પર રહે છે અને કટોકટીના સમયે માનવતાને પ્રાથમિકતા આપે છે.