સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા નજીક ઉકા તરસાડીયા માલિબા કેમ્પસની વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. બસના ડ્રાઇવરે ઓવરટેક કરવા જતાં ટ્રેલરના પાછળના ભાગે અથડાવતા આ ઘટના બની હતી.

આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજાઓ થતા તેમને NHIની 1033 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર અન્ય વિદ્યાર્થીઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ પલસાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

