Gujarat

શ્રી બ્રાન્ચ શાળા નંબર – ૭શિવાજી નગર સા.કુંડલા ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર – ૭ માં ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે દરેક બાળકો વએ ખૂબ સરસ કાર્યક્રમ રજૂ કર્યો. બાળકોને પ્રેરણા મળે તેવા કાર્યક્રમ હતા  દરેક બાળકોને દાતાશ્રી દ્વારા ભેટ અને રોકડ રકમ પણ આપવામાં આવી. શાળાના હોનહાર આચાર્ય શ્રી  ભાવેશભાઈ બોરીસાગરના માર્ગદર્શન દ્વારા વિદાય લેતા બાળકોને ભવિષ્યમાં આગળ વધો અને વધારે  શિક્ષણ મેળવો  તેવો શુભ સંદેશ પાઠવવામાં  આવ્યો આ તકે સા.કું. નગરપાલિકાના ઉપ પ્રમુખ પ્રતીકભાઈ  નાકરાણી  તથા અજયભાઈ ખુમાણ તથા અનિરુધ્ધસિંહ તથા કાંત્રોડી આશ્રમનાં ધોમ ગિરિ બાપુ તથા તેની સાથે પધારેલ મોરબીના મહેમાનશ્રીઓ અને આ શાળાના ભૂતપૂર્વ  આચાર્ય શ્રી પ્રવીણભાઈ કાચા સાહેબ તેના તરફથી દરવર્ષે વિદાય લેતા બાળકોને ગીતાજીનું પુસ્તક અને એક  બોલપેન ભેટમાં આપવામાં આવે છે.
સમગ્ર કાર્યક્રમના દાતા ધોમ ગિરિ બાપુ રહ્યા છે દરેક બાળકો ભરપેટ સેવ ખમણીનો નાસ્તો કરાવવામાં આવ્યો સાથે આખી શાળાના બાળકોને બોલપેન ભેટમાં આપવામાં આવી વિદાય લેતા બાળકોને લખવા માટેના પેડ આપ વામાં આવ્યા કાર્યક્રમમાં સા.કુ.નાં તાલુકા તાલુકા પંચાયત માંથી  અમૂલભાઈ રતનપરા અને બી.આર.સી. ભવનમાંથી વિપુલભાઈ દુધાત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતાં
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ પરિવારથી  બાળકોને  માર્ગદર્શન  આપવામાં આવેલ
બિપીન પાંધી સાવરકુંડલા