Gujarat

તળાજાના ઠળિયાથી સુરત જવા નીકળેલી ટ્રાવેલ્સ ત્રાપજ પાસે અચાનક અગનગોળો બની, મુસાફરોનો આબાદ બચાવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામેથી દરરોજ સુરત જવા રવાના થતી ખાનગી ટ્રાવેલ્સ ની બસ તળાજાના ત્રાપજ ગામ નજીક અકસ્માતે સળગી ઊઠતા બસ બળીને ખાસ થઈ ગઈ હતી. જોકે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા ના ઠળિયા ગામેથી દરરોજ એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ઠળિયા ગામ ઉપરાંત ઠાડચ તળાજા ભાવનગર સહિતના સ્થળો એથી પેસેન્જરોને લઈને સુરત રવાના થાય છે આજરોજ રોજના ક્રમ મુજબ આ બસ ઠળિયા ગામેથી સુરત જવા રવાના થઈ હતી આ બસમાં છ જેટલા પેસેન્જર બેસેલા હતા અને ભાવનગર તથા અન્ય સ્થળોએથી અન્ય મુસાફરોનું બુકિંગ હતું.

બસ તળાજા તાલુકાના ધારડી ગામના પાટીએથી ત્રાપજ પાસે પહોંચતા એન્જિનમાં થી અચાનક ધુવાડા સાથે આગના લબકારા દેખાતા ડ્રાઇવરે બસ તુરંત જ રોડ પર શોભાવી દીધી હતી અને બસમાં બેસેલા મુસાફરોને બસમાંથી ઉતારી દેવાયા હતા આટલી જ વારમાં આખી બસ અગન ગોળો બની ગઈ હતી અને જો જોતામાં વિકરાળ આગે સંપૂર્ણ બસને ખાક કરી નાખી હતી.