Gujarat

શ્રી નાનીવડાળ પ્રા.શાળામાં આંતરરાષ્ટ્રીય વન  દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા તાલુકાના નાનીવડાળ પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે ૨૧ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. અત્યારના આ આધુનિક યુગમાં જંગલો નો વિનાશ થઈ રહ્યો છે માટે દેશ ના એક જાગૃત નાગરિક તરીકે જંગલોનું સંરક્ષણ કરવું આપણા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વ ની ઇકોસિસ્ટમનું રક્ષણ અને પુનઃ સ્થાપન કરવાની છે.
આ પ્રસંગે આરએફઓ ચાંદુ સાહેબ અને તેઓની ટીમ દ્વારા શાળાના બાળકોને વિશ્વ વન દિવસ નિમિતે જંગલના રક્ષણ, અને વન્ય જીવો વિશે વિસ્તૃત રીતે માહિતગાર કરવામાં આવ્યા અને આ ઉપરાંત સાવરકુંડલા નોર્મલ વન રેન્જ દ્વારા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી તેમાં વન્ય પ્રકૃતિના ઉત્તમ ચિત્રો દોરનારાને ૧ થી ૩ નંબર મેળવનારને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તદ્દ ઉપરાંત પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ ચલાવી પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી તેનો નાશ કરવામાં આવ્યો આ પ્રસંગે શાળાના શિક્ષક હાર્દિકભાઈ મુંજાણી,વર્ષાબેન અને આશિષભાઈ ત્રિવેદી દ્વારા પણ બાળકોને  વિશ્વ વન દિવસ અંતર્ગત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ રીતે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર ઉજવણી કરી સમગ્ર કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા