Gujarat

સાવરકુંડલા તાલુકા કલા મહાકુંભની ભવ્ય ઉજવણી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ખાતે કરવામાં આવી

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અમરેલી દ્વારા સંચાલિત સાવરકુંડલા તાલુકા કલા મહાકુંભનું આયોજન તા. ૫-૧-૨૦૨૫ રવિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સાવરકુંડલા ખાતે યોજવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તાર ૪૫૦+  વિધાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાવરકુંડલા તાલુકા ના લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.  આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ભાઈ ત્રિવેદીએ કર્યું હતું
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ  અનિરુદ્ધ સિંહ રાઠોડ (શહેર ભાજપ પ્રમુખ),હિતેશભાઈ ખાત્રાણી(તાલુકા ભાજપ પ્રમુખ), જીતુભાઈ કાછડીયા(સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ), પ્રવિણભાઈ સાવજ, જીવનભાઈ વેકરીયા,
 તરુણાબેન દેવાણી(તાલુકા ભાજપ પ્રમુખ મહિલા મોરચા) વિજયસિંહ વાઘેલા ( શહેર ભાજપ અગ્રણી), તેજસભાઈ નિમાવત (શહેર ભાજપ અગ્રણી), નારણભાઈ નાકરાણી (તાલુકા ભાજપ અગ્રણી)  સહિતના રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને શરદભાઈ અગ્રાવત (પ્રાંત યુવા વિકાસ અધિકારી અમરેલી) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કલા મહાકુંભમાં નિબંધ,ચિત્ર,લોકગીત,સમૂહ ગીત,વક્તૃત્વ સહિત ની કુલ ૧૪  સ્પર્ધાઓ ઉંમર કેટેગરી પ્રમાણે યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મંજુલાબેન ભટ્ટે કર્યું હતું.
આ સ્પર્ધાઓમાં જજ તરીકે કુલ ૪૨ ભાઈઓ બહેનોએ સેવા આપી  હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિપુલભાઈ શિંગાળા (સાવરકુંડલા તાલુકા યુવક મંડળ પ્રમુખ) , દેવચંદભાઈ સાવલિયા (સાવરકુંડલા તાલુકા યુવક મંડળ મંત્રી), રવિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ રીબડીયા, નયનાબેન કાપડિયા અને ખુશ્બુબેન બગડાએ પોતાની સેવા આપી હતી. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ધર્મશંકરભાઈ ભટ્ટ અને વિપુલભાઈ શિંગાળાએ કરી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા