આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે
ભારત સરકારના ખાદી ગ્રામોધોગ આયોગના ચેરમેન મનોજકુમાર ગોયલ ની હાજરીમાં 60 મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા,10 મહિલાનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું.


બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉની ખાદી કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન મનોજકુમાર ગોયલના અધ્યક્ષ સ્થાને રાણપુર અને બોટાદ સંસ્થાના બહેનો કંતાઈ-વણાટના બહેનોને 60 સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા.આ પ્રસંગે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી,બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, ગુજરાત ખાદી બોર્ડના સભ્ય સચિવ કે.એસ.ટેલર, APMC ના ચેરમેન ચેતનસિંહ ચાવડા,રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,સહકારી આગેવાન હાલુભા ચુડાસમા,બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા,રાણપુર APMC ના ચેરમેન કિશોરભાઈ ધાંધલ,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર,પીનાકી મેઘાણી તેમજ રાણપુરના આગેવાન પ્રકાશભાઈ સોની,મુકુંદભાઈ વઢવાણા,નરેન્દ્રભાઈ દવે સહિતના આગેવાનો અને મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ નાગનેશ,અણીયાળી,રાણપુર,સુંદરીયા ણા,જવારજ ગામના કંતાઈ-વણાટ કામ કરતા બહેનોને સિલાઈ સેવા બદલ સન્માન કરી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીને રાણપુર સંસ્થાએ કરેલી સેવાના 35 વર્ષના સમયગાળાને બિરદાવી KVIC ચેરમેન મનોજકુમાર ગોયલ દ્વારા સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મ નિર્ભર ભારતના લોકલ ફોર- વોકલ કાર્યક્રમ દ્વારા થઈ રહેલા વિકાસલક્ષી ઉત્પાદન-વેચાણ જન-જન સુધીના કાર્યક્રમને ચેરમેન દ્વારા NEFT દ્વારા ખાદી ગ્રામોદ્યોગ 80 ટકા મહિલાઓને રોજગારી મળી રહે છે જેને લઇને રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભીની કામગીરીને હાજર તમામ મહાનુભાવો અને આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી કંતાઈ અને વણાટ ની બહેનોને 60 જેટલા સિલાઈ મશીન વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાણપુર શહેરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં બહેનો તેમજ રાણપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય પંથકના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર

