Gujarat

મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ પહોંચી આવેદન સુપરત કર્યું

અમદાવાદમાં 2036 ઓલિમ્પિકની યજમાનીની તૈયારીઓના ભાગરૂપે રોડ પહોળા કરવા માટે આસપાસના મકાનોને કપાતમાં લેવાની નોટિસ આપવામાં આવી છે. જેના વિરોધમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી આસપાસના રહીશો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ પોતાના ઘર ખાલી કરવા માંગતા નથી. સ્થાનિકોની મૌન રેલી કલેક્ટર ઓફિસ પહોંચી હતી.

રેલીને કારણે કલેક્ટર ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મુખ્ય ગેટ બંધ કરી દેવાયો હતો. અધિકારીઓ દ્વારા માત્ર પાંચ લોકોને જ આવેદનપત્ર સુપરત કરવા માટે અંદર જવા દેવામાં આવ્યા હતા.

40 વર્ષ પછી TP સ્કીમનો અમલ કેવી રીતે- અરજદારોના વકીલ આ મૌન રેલી માટે પોલીસે 500 લોકો, 1 બેનર અને 25 પોસ્ટર સાથે રેલી કાઢવાની મંજૂરી આપી હતી.

આ કેસમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રોડ પહોળો કરવાની વાત TP સ્કીમ 1984 અંતર્ગત છે. જોકે, અરજદારોના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 40 વર્ષ પછી TP સ્કીમનો અમલ કેવી રીતે કરી શકાય.