મેળામાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સાંસદ જશુભાઇ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
પાવીજેતપુરના પાણીબાર ખાતે ચૂલાનો મેળો યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ બાબુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ તાલુકા જિલ્લા સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ રંગબેરંગી વસ્ત્રોમાં ઢોલ-નગારા, ત્રાસા અને પાવા સાથે પરંપરાગત ટીમલી નૃત્ય કરતા જોવા મળ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

