ને.હા નંબર 48 પરના અમદાવાદથી મુંબઈ ટ્રેક વાળા ખોલવડ તાપી પુલની સમસ્યા ગ્રસ્ત ગેપના કાયમી ઉકલે માટે બ્રિજ બંધ કરાયો છે. બે વર્ષથી વધુના સમય ગાળા સુધી પુલની સમસ્યા ગ્રસ્ત બે એક્સપાન્શન જોડતી ગેપનું 28/2/2023થી 26/6/2025 સુધીમાં 7 વખત રીપેરીંગ થઈ ચૂક્યું હતુ. ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા બહાર પડેલા જાહેરનામા અનુસાર ગત 10 જુલાઈથી અમદાવાદથી મુંબઈ વાળો ટ્રેક 1 મહિના સુધી બંધ કરી આઠમી વખત તેની રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્યારે બંધ કરાયેલા એક ટ્રેકને લઈ વાહન વ્યવહારની અવર જવર પર ગંભીર અસર વર્તાય હતી આંબોલીના એસ્સાર પેટ્રોલ પંપ નજીક ક્રોસિંગ વાળા વાહનોને લઈ મુંબઈથી અમદાવાદ જતા ખોલવડ બ્રીજ પર વાહનોની લાંબી કતાર સર્જાય છે. ત્યારે સમાર કામ વાળો બ્રિજ બંધ થતા કાર, નાના ટેમ્પો સહિતના વાહનો આંબોલી વાળા નીચેના પુલ પરથી ડાયવર્ટ થતા જે બિસ્માર પુલ તેમજ વાહનોની વધતી જતી અવર જવરને લઈ કાયમી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

