Gujarat

જિલ્લા સેવા સદન ખાતે લેન્ડ ગ્રેબિંગ અને જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે લેન્ડ ગ્રેબિંગ અને જમીન તકેદારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અંતર્ગત આવેલી અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા જમીન તકેદારી સમિતિમાં આવેલી અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. તપાસ અધિકારીઓના અહેવાલો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે જ અરજદારોની રજૂઆતોને પણ સાંભળવામાં આવી હતી.

સમિતિના સભ્યો સાથે જરૂરી પરામર્શ બાદ દરેક અરજી પર યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન સંબંધિત વિવાદોનું નિરાકરણ લાવવાનો હતો.