છોટાઉદેપુર જિલ્લામાંથી વડોદરા ઝોન માંથી ભારત સરકારના બી.એસ.એન.એલમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે છોટાઉદેપુર જિલ્લાના જીટીપીએલના પત્રકાર ધર્મેશભાઈ ચૌહાણની અને જિલ્લામા આગવું સ્થાન ધરાવતી આઈ.બી.એન ન્યૂઝ ચેનલના પત્રકાર મોહસીનભાઇ ખલીદભાઈ સુરતીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આ બંને પત્રકારોએ સાંસદ જસુભાઈ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા ઝોન સહિત સમગ્ર દેશમાં ભારત સંચાર નિગમ લિમિટેડ ( બી.એસ.એન.એલ ) દ્વારા વિવિધ કમિટીની રચના કરવામાં આવતી હોય છે. જેથી કાર્યભાર અને વહીવટ સરળતાથી ચાલી શકે જે અનુસંધાને છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવાની વિશેષ ભલામણથી છોટાઉદેપુરના ધર્મેશભાઈ ચૌહાણ અને મોહસીનભાઇ ખલીદભાઈ સુરતીની વડોદરા ઝોનના બી.એસ.એન.એલ સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

